#જુઓ | નાગપુર (મહારાષ્ટ્ર) હિંસા: કેન્દ્રીય મંત્રી અને નાગપુરના સાંસદ નીતિન ગડકરીએ કહ્યું, "કેટલીક અફવાઓને કારણે નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઉભી થઈ છે. શહેરનો આવા મામલાઓમાં શાંતિ જાળવવાનો ઇતિહાસ રહ્યો છે. હું મારા બધા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને શાંતિ જાળવી રાખો. રસ્તાઓ પર ન આવો. કાયદો અને વ્યવસ્થામાં સહયોગ કરો. શાંતિ અને સંવાદિતાની પરંપરા જાળવી રાખો જેના માટે નાગપુર જાણીતું છે. હું તમને બધાને ખાતરી આપું છું કે સરકાર ભૂલ કરનારાઓ સામે કાર્યવાહી કરશે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુખ્યમંત્રીને આ પરિસ્થિતિ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે, તેથી હું દરેકને વિનંતી કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપો. કૃપા કરીને પોલીસ વહીવટીતંત્રને સહયોગ આપો, પ્રેમ ફેલાવો અને શહેરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખો. આ મારી આપ સૌને નમ્ર વિનંતી છે." (વિડિઓ: નીતિન ગડકરીની ઓફિસ) : જુઓ વીડિયો10:34 PM IST

ગૃહ રાજ્ય મંત્રીની IG, CP, SP સાથે મહત્વપૂર્ણ બેઠક સંપન્ન : લો એન્ડ ઓર્ડરને લઈ ગાંધીનગરમાં સાંજે ચાર વાગ્યે મળેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની મીટીંગમા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય, એમ.કે. દાસ, રેન્જ IG, CP, SP સહિતના અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વો અને જાહેરમાં બખેડો કરતા લુખ્ખાઓ ઉપર તૂટી પડવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો અમલ સૌ પ્રથમ સુરતમાં કાર્યરત 9 મોટી ગેંગના "ડેન્જર પર્સન"ની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેના અનુસંધાને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો પોલીસ ગુનેગારો સાથે મળેલી હશે તો તેમની નોકરી પણ જશે તેમ બેઠકમાં નક્કી થયું જાણવા મળે છે. (વિજય વસાણી, અકીલા)8:05 PM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે ફોન પર વાતચીત કરવાના છે, જેમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા વિશે ચર્ચા થશે. આ વાતની પુષ્ટિ ક્રેમલિને સોમવારે કરી, કારણ કે અમેરિકા 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ માટે મોસ્કોના સમર્થનની માંગ કરી રહ્યું છે. ટ્રમ્પે આ નિર્ધારિત કોલની જાહેરાત સૌપ્રથમ રવિવારે કરી હતી અને કહ્યું હતું કે સોદો થવાની "ખૂબ સારી તક" છે. "અમે રશિયા સાથે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ, એવું મને લાગે છે," તેમણે એર ફોર્સ વન પર પત્રકારોને જણાવ્યું. "અમે જોઈશું કે મંગળવાર સુધીમાં કંઈક જાહેર કરવું પડે કે નહીં."5:42 PM IST

૪૯ અનઅધિકૃત આરટીઆઇ એકવીટીસ્‍ટ અને પત્રકારો સામે સુરતમાં ગુન્‍હા દાખલ કર્યા છેઃ રાજદીપસિંહ નકુમ : બિલ્‍ડરો, સરકારી અધિકારીઓ, વ્‍યાપારીઓ દ્વારા ગાંધીનગર સુધી ફરિયાદનો પડઘોઃ આખા ગુજરાતમાં આવી ઝુંબેશ શરૂ થવાની હોવાનું અભિયાન સુકાનીએ ઉમેર્યું : સનિષ્ઠ પત્રકારો અને આરટીઆઇ એકટીવિસ્‍ટ ચોક્કસ લોકોને કારણે બદનામ ન થાય તે માટે પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં જબ્‍બરજસ્‍ત અભિયાન ઉપાડયું છેઃ અકિલા સાથે sog DCPની વાતચીત હથિયારો જમા કરાવવાની ચેતવણી પછી, હવે સીધાં એક્‍શનઃ બીજાં રાજ્‍યમાંથી આવતા હથીયાર પકડવા જબરજસ્‍ત અભિયાન ચાલુઃ વધુ એક સફળતા મળી છે : પીઆઇ અશોક ચોધરી, પીઆઇ અતુલ સોનારા અને પીઆઇ તુષાર પંડિયા સહિતની ટીમ હથિયાર સાથે ડ્રગ્‍સ પકડવા બાતમીદાર સર્કલ વ્‍યાપક કર્યું છે10:25 AM IST

ત્રંબાના વડાળીમાં ઇન્‍સ્‍ટાગ્રામમાં સ્‍ટોરી મુકનારા સગીર ભત્રીજાને લાફો મારતાં કાકાની હત્‍યા : આ ગયે હૈ મેદાનમેં, અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી...! : સગીર વયના આરોપી વિરૂધ્‍ધ હત્‍યાનો ભોગ બનનાર ભરતભાઇ મુછડીયાના મોટા બાપુના દિકરા મયુરભાઇ મુછડીયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યોઃ ક્રાઇમ બ્રાંચે ૮૦ ફુટ રોડ આંબેડકરનગર પાસેથી આરોપીને પકડયો : મૃતક ભરતભાઇ બે બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધારસ્‍તંભ હતોઃ બે માસુમ પુત્ર, પત્‍નિ સહિતના સ્‍વજનો નોધારાઃ ક્રાઇમ બ્રાંચના રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, કનકસિંહ સોલંકી, રામશીભાઇ કાળોતરા, પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આરોપીને પકડી લેવાયો3:06 PM IST

પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ : તમામ મહિલા મંડળોમાં અદમ્‍ય ઉત્‍સાહ : રાજકોટ લોહાણા મહાજનના સંગાથે અત્ર, તત્ર, સર્વત્ર રાધે રાધેના નાદ ગૂંજશે : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે લાખો ભાવિકો, વૈષ્‍ણવો, સનાતનીઓ કૃષ્‍ણ ભકિતમાં લીન બનશે : દરરોજ હજ્‍જારો ભાવિકો મહાપ્રસાદનો લ્‍હાવો લેશેઃ ૧૦૮ પોથીજીના અલૌકીક દર્શન : પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્‍માની શાંતિ માટે સમાજલક્ષી-અદકેરૂ-જાજરમાન આયોજન : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ સેવાકીય-ધાર્મિક-યાદગાર આયોજન કરવા ભારે દોડધામ કરી રહયા છે2:37 PM IST